Vidyasahayak Bharti 2024: ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતી જાહેર, કુલ 13,800 જગ્યા ઉપર થશે નવી વિદ્યાસહાયકોની ભરતી

WhatsApp Group Join Now

TET-1 અને TET-2 ની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના તમામ ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 13800 જેટલી ખાલી જગ્યા ઉપર વિદ્યા સહાયક એટલે કે પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 29 ઓક્ટોબર 2024 ના રોજ પ્રફુલ પાનસેરીયા દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. અને આ માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

Vidyasahayak Bharti 2024

ગુજરાત રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી લઈને આઠમાં 13800 નવા શિક્ષકોની ભરતી એટલે કે વિદ્યા સહાયક સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વગેરે માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

અરજી કરવાની અંત્તિમ તારીખ

ગુજરાત માધ્યમિક શાળાએ 13852 જગ્યાઓ માટે જે વિદ્યા સહાયક ની ભરતી ની જાહેરાત કરી છે. તે માટેની ઓનલાઈન અરજી તારીખ 7-11-2024 થી લઈને તારીખ 15-11- 2024 સુધી ઓનલાઇન કરી શકાશે.

વિદ્યા સહાયક ભરતી 2024 કુલ જગ્યાઓની વિગત

ધોરણ માધ્યમ કુલ જગ્યા
ધોરણ 1 થી 5ગુજરાતી માધ્યમકુલ 5000 જગ્યા
ધોરણ 6 થી 8ગુજરાતી માધ્યમકુલ 7000 જગ્યા
ધોરણ 1 થી 8અન્ય માધ્યમકુલ 1852 જગ્યા

શૈક્ષણિક લાયકાત

વિદ્યા સહાયક ભરતી 2024 માં અરજી કરવા માટે ઉમેદવારે ગુજરાત સરકારના સ્ટેન્ડિંગ રિઝર્વેશન અને સૂચનાઓ અનુસાર TET – 1 અને TET – 2 2023 માં 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવું જરૂરી છે.

વય મર્યાદા

વિદ્યા સહાયક ભરતી 2024 માં અરજી કરવા માટે તમામ ઉમેદવારની ઉંમર 39 વર્ષથી ઓછી હોવી જોઈએ અનામત કક્ષાના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો મુજબ છૂટછાટ મળવા પાત્ર છે.

પગાર ધોરણ

પસંદગી પામેલ વિદ્યા સહાયક ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રૂપિયા 26000 પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ સરકારના નીતિ નિયમ પ્રમાણે નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  1. દરેક શૈક્ષણિક પ્રમાણપત્રો (જરૂરિયાત મુજબ)
  2. ઓળખનો પુરાવો ( આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ )
  3. જાતિનું પ્રમાણપત્ર
  4. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

અરજી પ્રક્રિયા

  • સ્ટેપ 1 : સત્તાવાર વેબસાઈટ https://vsb.dpegujarat.in/ ની મુલાકાત લો.
  • સ્ટેપ 2 : ભરતી વિભાગના નવા નોટિફિકેશનમાંથી જેમાં અરજી કરવા માંગતા હોય તે નોટિફિકેશન પસંદ કરો.
  • સ્ટેપ 3 : વિદ્યા સહાયક પદ માટેની તમારી લાયકાત તપાસો.
  • સ્ટેપ 4 : તમે જે જગ્યા માટે લાયકાત ધરાવો છો તે અરજી ફોર્મ પસંદ કરો.
  • સ્ટેપ 5 : જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી, એકવાર ધ્યાનથી અરજી પત્રક વાંચી અને સબમીટ કરો.
  • સ્ટેપ 6 : અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ અરજી ફી ભરો અને તેની પ્રિન્ટ કઢાવી તમારી પાસે રાખો.

જૂના શિક્ષકોની થશે જિલ્લા ફેર બદલી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો અને નોકરી ઈચ્છુક યુવાનો માટે તારીખ 1 11 2024 ના રોજ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યા સહાયક ભરતી ની જાહેરાત કરવામાં આવશે. આ વિદ્યા સહાયકોની ભરતી દરમિયાન હાલ કામ કરતા જૂના શિક્ષકો માટે જિલ્લાઓમાં ફેરબદલીનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • વિદ્યા સહાયક ભરતી 2024 ની કુલ જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે.
  • ઉમેદવારોની પસંદગી સમયે ખાલી જગ્યાઓ માંથી જ ઉમેદવારને પસંદગીનો અવસર આપવામાં આવશે.
  • ભરતી અંગેની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ https://vsb.dpegujarat.in/ પર મૂકવામાં આવશે.

નિષ્કર્ષ:

આશા રાખીએ છીએ કે આ લેખ દ્વારા વિદ્યા સહાયક ભરતી 2024 ની તમામ જરૂરી માહિતી તમને મળી ગઈ હશે. વિદ્યા સહાયક ભરતી 2024 ની તમામ માહિતીમાં ફેરફાર કરવાની સત્તા સંસ્થા પોતાની પાસે રાખે છે, આપેલી માહિતીમાં કંઈ પણ ફેરફાર સંસ્થા પોતાની રીતે કરી શકે છે. દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે કે અરજી કરતાં પહેલાં સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ અને ઓફિસિયલ નોટીફિકેશન વાંચી અને પછી જ અરજી કરવી.

WhatsApp Group Join Now