Ration card ekyc gujarat: જો તમે પણ રેશનકાર્ડ નો લાભ મેળવવા માંગતા હો તો e-KYC કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ કેવાયસી ની મદદથી તમે કોઈપણ અવરોધ વિના સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો. મિત્રો આ લેખની મદદથી અમે તમને રાશનકાર્ડ e-KYC કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી આપિશું.
Ration card ekyc gujarat
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય નિયત સમય મર્યાદામાં 100% રેશનકાર્ડને આધાર કાર્ડ થી જોડી e-KYC ની મદદથી ગુજરાતના તમામ લાભાર્થીઓના રેશનકાર્ડને આધાર નંબર સાથે લીંક કરવાનો છે. અત્યાર સુધીમાં 26.19 લાખ રેશનકાર્ડ અને 78.54 લાખ લાભાર્થીઓની આધાર ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 45 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની e-KYC પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઈ-કેવાયસી કરવાની રીત | ઓનલાઈન અને ઓફલાઈન |
રાજ્ય | ગુજરાત |
E-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ | 31 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | fcsca.gujarat.gov.in |
ઘર બેઠા રાશનકાર્ડ eKYC કેવી રીતે કરવું?
ઘર બેઠા રાશનકાર્ડ e-KYC કરવા માટે બે પદ્ધતિ ઉપલબ્ધ છે, જેમાં MY RATION મોબાઇલ એપ્લિકેશન દ્વારા અને બીજી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ પર જઈને ઘર બેઠા e-KYC કરી શકો છો , આ બંને પદ્ધતિ વિશેની માહિતી નીચે આપવામાં આવેલી છે.
1. MY RATION મોબાઈલ દ્વારા E-KYC
દરેક રાશનકાર્ડ ધારકો સરળતાથી ઘરબેઠા રાશનકાર્ડ e-KYC પ્રક્રિયા આસાનીથી પૂર્ણ કરી શકે છે. આ માટે રાશન કાર્ડ ધારકોએ ફક્ત MY RASHAN મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન દ્વારા તમે ઘર બેઠા સ્ટેપ બાય સ્ટેપ રાશનકાર્ડ e-KYC ની પ્રોસેસ પૂરી કરી શકો છો.
2. fcsca.gujarat.gov.in દ્વારા E-KYC
સ્ટેપ 1: ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ fcsca.gujarat.gov.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઈટ પર Aadhar E-KYC વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 3: તમારો રેશનકાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો.
સ્ટેપ 4: ત્યાર બાદ આધાર નંબર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે દાખલ કરો.
સ્ટેપ 5: ફેસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
સ્ટેપ 6: તમારી માહિતી ની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ Aadhar E-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.
રાશનકાર્ડ eKYC માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ (પરિવારના તમામ સભ્યોનું)
- ચુંટણી કાર્ડ (18 વર્ષ ઉપરના હોય તેવા તમામ સભ્યોનું)
- સરનામાનો પુરાવો
- મોબાઈલ નંબર (આધાર સાથે લિંક હોવો જોઈએ)
રાશન કાર્ડ E-KYC ના ફાયદા
ચોકસાઈ: રેશનકાર્ડ અને આધારકાર્ડ ડેટા ની એકરૂપતા ના લીધે કોઈ પણ પ્રકારની ભૂલ થશે નહીં.
સરળતા: આધાર ઇ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાશનની સ્લીપ કાઢવામાં અને રાશન વિતરણમાં સરળતા રહેશે.
સુરક્ષા: એ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી અંગત માહિતી અન્ય લોકો સાથે શેર થઈ શકશે નહીં, અથવા તમારું રાશન તમારા પરિવાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ લઈ શકશે નહીં.
આ પણ વાંચો: ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય
રાશન E-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે રાશન E-KYC ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે તેને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.
નિષ્કર્ષ:
ભારત સરકારની આ પહેલથી તમામ લાભાર્થીઓના રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે આનાથી સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ખોટી માહિતી થી બચી શકાશે રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠા રાશન E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. જેની માહિતી આપણે આર્ટિકલમાં ઉપર આપેલી છે. દરેક રાશનકાર્ડ ધારકોએ રાશનકાર્ડ દ્વારા મળતા લાભ મેળવવા માટે 31 ડિસેમ્બર 2024 પહેલા રાશન E-KYC કરી લેવું ફરજિયાત છે.
FAQ
શું ઘર બેઠા રાશન E-KYC થઈ શકે ?
ઘર બેઠા રાશનકાર્ડ e-KYC કરવા માટે બે પદ્ધતિ ઉપલબ્ધ છે, જેમાં MY RATION મોબાઇલ એપ્લિકેશન દ્વારા અને બીજી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ પર જઈને ઘર બેઠા e-KYC કરી શકો છો.
રાશન કાર્ડ E-KYC સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?
dcs-dof.gujarat.gov.in પર જઈને તમે રાશનકાર્ડ E-KYC સ્ટેટસ ચેક કરી શકો છો.
રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ કઈ રીતે એડ કરવું ?
સ્ટેપ:1 Public Distribution System (PDS) પોર્ટલ પર જાઓ, સ્ટેપ 2: આધાર લિંક પર ક્લિક કરો, સ્ટેપ 3: રાશનકાર્ડ નંબર અડદ કરો, સ્ટેપ 4: આધાર કાર્ડ નંબર અડદ કારો.