Neet success story: 64 વર્ષના વ્યક્તિને ડોક્ટર બનવાની ઈચ્છા થઈ, અને પાસ કરી નાખી NEET ની પરીક્ષા.

WhatsApp Group Join Now

Neet success story: જય કિશોર પ્રધાને 2020 માં 64 વર્ષની ઉંમરે સફળતાપૂર્વક NEET ની પરીક્ષા પાસ કરી છે. જય કિશોરે 40 વર્ષ સુધી એસબીઆઇ બેન્કમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવી. જય કિશોર નિવૃત્ત થયા બાદ તેમણે ડોક્ટર બનવાનું નક્કી કર્યું. ચાલો જાણીએ જય કિશોરની પ્રેરણાદાય કહાની.

Neet success story:

ઓરિસ્સાના રહેવાસી જય કિશોર પ્રધાને 64 વર્ષની ઉંમરે NEET ની પરીક્ષા પાસ કરી અને સાબિત કરી બતાવ્યું કે ઉંમર માત્ર એક નંબર છે. એસબીઆઇ બેન્કમાં 40 વર્ષ સુધી ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવ્યા બાદ જય કિશોર પ્રધાને ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું. તેમણે ઓનલાઇન કોચિંગની મદદથી ઘર બેઠા જ NEET જેવી કઠિન પરીક્ષાને પાસ કરી અને લોકો માટે એક ઉદાહરણ ઊભું કર્યું છે.

પોતાની દીકરીઓ પાસેથી મળી પ્રેરણા

જય કિશોર પ્રધાને ડોક્ટર બનવાના સપના સાથે ઇન્ટરમિડીયેટ પછી પહેલી વાર NEETની પરીક્ષા આપી હતી પરંતુ નિષ્ફળતા મળી. ત્યારબાદ બેંકની નોકરી સ્વીકારી અને પરિવારની જવાબદારી ઉપાડી. જ્યારે તેની બંને દીકરીઓ NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી, ત્યારે જય કિશોરને ફરીથી ડોક્ટર બનવાનું પોતાનું સપનું સામે દેખાવા લાગ્યું.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય વરદાન બન્યો.

જય કિશોરે ડોક્ટર બનવાનું સપનું પોતાની પુત્રીઓ દ્વારા જીવવાને બદલે તેને પોતાની જાતે NEETની પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય લીધો. જોકે આ એટલું આસાન ન હતું, NEET પરીક્ષામાં ઉમર મર્યાદા પર એક નિયમ હોવાથી જઈને અયોગ્ય ફેરવવામાં આવ્યો પરંતુ સર્વોચ્ચ અદાલત નો 2019 નો નિર્ણય ઉમેદવારો માટેની ઉચ્ચ ઉંમર મર્યાદા દૂર કરવાનો, જય કિશોર માટે વરદાન રૂપ સાબિત થયો. આ તકનો જય કિશોરે લાભ ઉઠાવ્યો. અને NEET ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી.

પરિવારની જવાબદારી સાથે કરી NEET પરીક્ષાની તૈયારી

NEET જેવી કઠિન પરીક્ષાની તૈયારી કરવી જેટલું માનવામાં આવે એટલું સરળ નથી. આ પરીક્ષા સતત અને સખત મહેનત અને સમર્પણ માંગતી હોય છે. જય કિશોર પ્રધાને પોતાની મહેનતને આસાન કરવા માટે ઓનલાઇન કોચિંગ લીધું જ્યાંથી તેને NEET પરીક્ષાની તૈયારી કરવાની સાચી રીત ખબર પડી. પરીક્ષાની તૈયારી સાથે તેને પરિવારની જવાબદારીનું પણ ધ્યાન રાખવાનું હતું. જય કિશોરે પોતાની બંને જવાબદારીઓ સારી રીતે નિભાવી.

આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યા સહાયકોની ભરતી જાહેર, કુલ 13,800 જગ્યા ઉપર થશે નવી વિદ્યાસહાયકોની ભરતી

સખત અને સતત મહેનત બાદ જય કિશોર પ્રધાને 2020 માં નીટની પરીક્ષા પાસ કરી અને વીર સુરેન્દ્રનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR) માંથી MBBS નો અભ્યાસ શરૂ કર્યો.

નિષ્કર્ષ:

જય કિશોર પ્રધાને 64 વર્ષની ઉંમરે NEET જેવી કઠિન પરીક્ષા પાસ કરી અને લોકો માટે એક ઉદાહરણ ઊભું કર્યું કે કોઈપણ ઉંમરે તમે પોતાનું સપનું પૂરું કરી શકો છો. જો સખત અને સતત મહેનત કરવામાં આવેતો કોઈપણ મુશ્કેલી તમને તમારા લક્ષ્ય સુધી પોહચતા અટકાવી સકતી નથી.

WhatsApp Group Join Now