“Manav kalyan yojana” એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એવી યોજના છે કે જેના અંતર્ગત ઓછી આવક ધરાવતા નાના વેપારીઓ અને શ્રમિક વર્ગને વ્યવસાય કરવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ખુદનો વ્યવસાય શરૂ કરાવી અને લોકોના જીવન સ્તરમાં સુધારો કરવાનો છે. આ લેખના માધ્યમથી આપણે માનવ કલ્યાણ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે યોજનાની માહિતી, યોજનાની લિસ્ટ, અરજી કરવાની રીત, અરજીનું સ્ટેટસ, વગેરે માહિતી મેળવીશું.
E-Kutir Manav kalyan portal શું છે?
E-Kutir Manav kalyan portal એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક ઓનલાઇન પોર્ટલ છે. જેના પર ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી તમામ માનવ કલ્યાણ યોજનાઓની જરૂરી માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, આ પોર્ટલ દ્વારા ગુજરાતના કોઈપણ વ્યક્તિ જે યોજનાનો લાભ લેવા માટે લાયકાત ધરાવે છે તે આ પોર્ટલ દ્વારા પોતાની અરજી કરી શકે છે, અને માનવ કલ્યાણ યોજના દ્વારા વ્યવસાય કિટ્સ મેળવી અને પોતાના વ્યવસાયને મજબૂત બનાવી શકે છે.
માનવ કલ્યાણ યોજનાની સહાય મળવાપાત્ર વ્યવસાય લિસ્ટ
- દૂધ દહીં વેચનાર
- પંચર કીટ
- ભરતકામ
- અથાણા બનાવટ
- બ્યુટી પાર્લર
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- પાપડ બનાવટ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસિંગ એન્ડ રીપેરીંગ
- પ્લમ્બર
માનવ કલ્યાણ યોજના લિસ્ટ કઈ રીતે ચેક કરવું? | E kutir list | Manav Kalyan Yojana list
માનવ કલ્યાણ યોજના લિસ્ટ એ ગુજરાત સરકારના E-Kutir portal પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યાંથી આ યોજના માટે લાભ લેવા ઈચ્છુક દરેક ઉમેદવારો લિસ્ટ ચેક કરી શકે છે. E-Kutir portal પર લિસ્ટ ચેક કરવા નીચેના પગલાં અનુસરો.
સ્ટેપ 1: E-Kutir portal લોગીન કરો.
સ્ટેપ 2: યોજના બેનિફિશ્યરી લિસ્ટ સેક્શનમાં જઈને તમારા જિલ્લાનું અને ગામડાનું નામ પસંદ કરો.
સ્ટેપ 3: લાભાર્થીઓની યાદી વિકલ્પ પસંદ કરો અહીં તમે જોઈ શકો છો, કે તમારા ગામના કેટલા લોકોને આ યોજનાનો લાભ મળેલ છે.
માનવ કલ્યાણ યોજના ના ફાયદા (benefits of Manav Kalyan Yojana)
- નાણાકીય સહાય: ગુજરાત સરકારની આ યોજના દ્વારા નાના વ્યવસાય ધારકો માટે ધંધાકીય કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનો લાભ લઈને તેમના વ્યવસાયને વધારી શકે છે. અને પોતાની આવકમાં વધારો કરી શકે છે.
- વિવિધ વ્યવસાય કિટ્સ: માનવ કલ્યાણ યોજના અંતર્ગત દરેક નાના વ્યવસાય માટે ધંધાકીય કીટ જેવી કે બ્યુટી પાર્લર કીટ, રીક્ષા, ટેક્સટાઇલ, ફૂટવેર મેકિંગ વગેરે નાના વ્યવસાય માટે આ યોજના અંતર્ગત કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- વ્યવસાયમાં સમાનતાની તક: આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના નાના વ્યવસાય વાળા લોકોને વ્યવસાય કીટ આપીને વ્યવસાયની સમાન તક પૂરી પાડવાનો છે.
માનવ કલ્યાણ યોજનામાં કોને લાભ મળશે?
1.અરજદારની ઉંમર 18 થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
2.આવક મર્યાદા
- અનુસૂચિત જાતિના અને અતિ પછાત વર્ગની 12 જાતિઓ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે આવક મર્યાદા લાગુ થશે નહીં. આ જાતિના અરજદારોએ માત્ર જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનો રહેશે.
- 2.અન્ય અરજદાર માટે કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં અથવા શહેરી વિસ્તારમાં રૂપિયા 6 લાખ સુધી હોવી જોઈએ આ માટે દરેક અરજદારે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી દ્વારા મળેલ આવકનો દાખલો રજૂ કરવો ફરજિયાત રહેશે.
માનવ કલ્યાણ યોજના 2024 અરજી પ્રક્રિયા
- સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો: E-Kutir portalની સત્તાવાર વેબસાઈટ “e-kutir.gujarat.gov.in“પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો અથવા લોગીન કરો: જો તમે પહેલીવાર આ પોર્ટલ પર આવ્યા છો તો જરૂરી માહિતી આપી અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લો અથવા તમે પહેલેથી જ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી ચૂક્યા છો, તો લોગીન કરી લો.
- આવશ્યક માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો: અરજદારે અરજી ફોર્મ ભરતી વખતે બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવના રહેશે, જેવા કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ નો ફોટો, આવકનો દાખલો વગેરે ઓરીજનલ અપલોડ કરવું.
- અરજી ફોર્મ સબમીટ કરો: તમામ જરૂરી વિગતો ભરી તમારી અરજીને એકવાર શાંતિથી ચેક કરી લો, અને ત્યાર બાદ અરજી ફોર્મ સબમીટ કરો.
- એપ્લિકેશન નંબર નોટ કરી લો: અરજદારી અરજી ફોર્મ સબમીટ કર્યા બાદ એપ્લિકેશન નંબર નોટ કરીને રાખો જેનાથી ભવિષ્યમાં અરજી નું સ્ટેટસ જાણી શકાય.
આ પણ વાંચો: કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 | Kuvarbai Nu Mameru Yojana 2024, document, apply, status
માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ માટે અરજી પ્રક્રિયા
માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ ખાસ કરીને ગુજરાતની મહિલાઓ માટે છે જે મહિલા બ્યુટી પાર્લર શરૂ કરવા માંગે છે એવી મહિલાઓને બ્યુટી પાર્લર કીટ આપીને તેમના વ્યવસાયને ગ્રો કરવામાં મદદ કરવામાં આવે છે. માનવ કલ્યાણ બ્યુટી પાર્લર કીટમાં બ્યુટી પાર્લર ના તમામ સાધનો જેવા કે મેકઅપ કીટ, હેર ડ્રાયર કીટ, ફેશિયલ કીટ વગેરે શામિલ છે.
માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો.
- ગુજરાત સરકારની ઈકુટી પોર્ટલ પર લોગીન કરો.
- માનવ કલ્યાણ યોજના લિસ્ટમાંથી બ્યુટી પાર્લર કીટ યોજના પસંદ કરો.
- અરજી ફોર્મમાં વિગતવાર માહિતી ભરી તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ અરજી ફોર્મ સબમીટ કરો અને એપ્લિકેશન નંબર નોટ કરી લો.
આ પણ વાંચો: I khed portal Yojana list 2024: આઇ ખેડુત પોર્ટલ યોજના લિસ્ટ 2024
આ રીતે તમે માનવ કલ્યાણ યોજના બ્યુટી પાર્લર કીટ માટે અરજી કરી શકો છો.
Manav Kalyan Yojana status check |
Manav Kalyan Yojana status check દ્વારા તમે તમારી અરજી નું સ્ટેટસ જાણી શકો છો. જેની પ્રોસેસ નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.
- E-Kutir portal પર જાઓ અને લોગીન કરો.
- એપ્લિકેશન સ્ટેટસ ઓપ્શન પસંદ કરો.
- એપ્લિકેશન સબમીટ કરતી વખતે એપ્લિકેશન નંબર જે નોટ કર્યો હતો તે દાખલ કરો.
- એપ્લિકેશન નંબર દાખલ કર્યા બાદ હવે તમારી સામે તમારી અરજી નું સ્ટેટસ આવી જશે.