Madhyahan Bhojan Yojana Recruitment 2024 | મધ્યાન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ભરતી, પગાર ₹25,000 સુધી

WhatsApp Group Join Now

Madhyahan Bhojan Yojana Recruitment 2024 : પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઇઝર ની 11 માસની કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી કાર્ય શરૂ કરવામાં આવેલ છે.

Madhyahan Bhojan Yojana Recruitment 2024 | મધ્યાન ભોજન યોજના ભરતી 2024

ક્રમ જગ્યાનું નામ કુલ જગ્યા પગાર
1.જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર115000/- ફિક્સ
2.તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઇઝર525000/- ફિક્સ

1.જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની જગ્યા માટે :-

જિલ્લા કક્ષાએ કોઓર્ડીનેટરની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા જેવી માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત:

  1. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણાંકન સાથે પાસ કરેલી હોવી જોઈએ.
  2. સરકાર માન્ય સંસ્થાઓમાંથી CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તેમ જ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
  3. માન્ય યુનિવર્સિટી માંથી એમ.સી.એ ની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

અનુભવ

  1. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ફરજિયાત.
  2. ડી.ટી.પી (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકે નો અનુભવ આદર્શ રહેશે.
  3. આસિસ્ટન્ટ તરીકેનું વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
  4. પીએમ પોષણ (મધ્યાન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 58 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.

કામગીરી

  1. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજના ના સુચારુ સંચાલન માટેના રિપોર્ટ તૈયાર કરવા.
  2. તાલુકા કક્ષાએથી માહિતી મેળવવી, તેનું એકત્રીકરણ કરવું અને રાજ્યકક્ષાએ રજૂ કરવું.
  3. ક્વાર્ટલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્યકક્ષાએ રજૂ કરવા.
  4. માસિક પત્રકો (લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી વગેરે) તૈયાર કરવી.
  5. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવેલ તે તમામ કામગીરી.
  6. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ, પોષણ યોજના તાપી દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ (મધ્યાન ભોજન) યોજનાની તમામ કામગીરી.

આ પણ વાંચો: Manav Kalyan Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી

2.એમ.ડી.એમ સુપરવાઇઝરની જગ્યા માટે

તાલુકા કક્ષાએ એમ.ડી.એમ સુપરવાઇઝરની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, કામગીરી વગેરે માહિતી નીચે પ્રમાણે આપેલ છે.

    શૈક્ષણિક લાયકાત

    1. માન્ય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ ફૂડ એન્ડ ન્યુટ્રિશન/ સાયન્સની ડિગ્રી હોવી જરૂરી છે.
    2. ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.

    અનુભવ

    1. બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરી નો અનુભવ હોવો જરૂરી છે.
    2. પી.એમ પોષણ (મધ્યાન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે.

    વય મર્યાદા

    અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.

    કામગીરી

    1. નાયબ મામલતદાર/ કેળવણી નિરીક્ષક (પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજના)ની તમામ કામગીરી બજાવવાની રહેશે.
    2. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજના દૂધ, સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્ય અનાજ આપવાની યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવાનું રહેશે.
    3. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજનાના કેન્દ્રોની તપાસણી કરવી.
      4.પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવા.
    4. માસિક પત્રકો (લાભાર્થી, ખર્ચ, દૂધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્રો કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી) વગેરે તૈયાર કરવી.
    5. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવેલ તમામ કામગીરી.
    6. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ, પોષણ યોજના તાપી અને મામલતદાર શ્રી દ્વારા સોંપવામાં આવેલી પી.એમ, પોષણ યોજના ની તમામ કામગીરી કરવાની રહેશે.

    અરજી મોકલવાની રીત, આખરી તારીખ અને સરનામું

    • અરજી કરવાની રીત: ઓફલાઇન
    • તારીખ: 20/11/2024 બુધવાર
    • સમય: કચેરી સમય દરમિયાન 10:30 થી 06:10 સુધી
    • સરનામું: જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ, પોષણ યોજના, બ્લોક નંબર,1-2 કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી વ્યારા, જીલ્લો તાપી

    ઉમેદવારની પસંદગી પ્રક્રિયા

    આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ/ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ, પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

    આ પણ વાંચો: કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 

    અરજી પ્રક્રિયા

    અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ, પોષણ યોજના ની કચેરી બ્લોક નંબર, 1-2 કલેક્ટર કચેરી, તાપી વ્યારામાંથી તેમજ ઓફિસિયલ વેબસાઈટ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/other/ પરથી મેળવી શકાશે.

    અરજી ફોર્મ નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી./ સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.

    નિષ્કર્ષ:

    અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત જેવી કે વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેતાના અંગેની સૂચનાઓ માર્ગદર્શિકામાં પહેલા વાંચી લેવી. પી.એમ, પોષણ (મધ્યાન ભોજન) યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે.

    આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

    WhatsApp Group Join Now