કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 | Kuvarbai Nu Mameru Yojana 2024, document, apply, status

WhatsApp Group Join Now

Kuvarbai Nu Mameru Yojana 2024: કુવરબાઈનુ મામેરુ યોજના એ ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે વંચિત પરિવારોને ખાસ કરીને અનુસૂચિત જાતિના પરિવારોને દીકરીના લગ્ન ખર્ચમાં સહાય કરવા માટે રજૂ કરવામાં આવેલી નાણાકીય સહાય યોજના છે. આ યોજનાનો ઉદેશ્ય ગરીબ પરિવારના માતા પિતાને તેમની દીકરીઓના લગ્ન ખર્ચ માટે ₹12,000 સહાય પેઠે આપી આર્થિક બોજ ઘટાડવાનો છે. આ લેખમાં અમે કુંવરબાઈનું મામેરુ યોજનાની તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવાના છીએ જેમકે પાત્રતા, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા, અરજી નું સ્ટેટસ જેવી મુખ્ય વિગતો નો સમાવેશ થાય છે.

કુવરબાઈનુ મામેરુ યોજના માટેની યોગ્યતા, પાત્રતા | Kuvarbai nu mameru yojana details in gujarati

યોજના કુવરબાઈનુ મામેરુ
રાજ્ય ગુજરાત
લાભાર્થી આર્થિક રીતે વંચિત પરિવારોની દીકરીઓ (કન્યાઓ)
સહાયની રકમ રૂપિયા – 12000/-
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

Kuvarbai Nu Mameru Yojana 2024 નો લાભ લેવા માટે અરજદારોએ નીચેની પાત્રતા આવશ્યકતાઓને પૂર્ણ કરવાની રહેશે.

  1. અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ
  2. અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી આવક મર્યાદાથી વધારે ન હોવી જોઈએ.
  3. કન્યા ની ઉંમર લગ્ન સમયે 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  4. અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
  5. અરજી કરતા પહેલા અરજદારે આપેલી તમામ પાત્રતાઓને પૂર્ણ કરવાની રહેશે.

કુવરબાઈનુ મામેરુ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru document List |Kuvarbai Nu Mameru Yojana Documents List in Gujarati

Kuvarbai Nu Mameru Yojana 2024 માટે અરજી કરનાર તમામ ઉમેદવારોએ નીચે આપેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

  1. રહેઠાણ નો પુરાવો (આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ)
  2. આવકનો દાખલો ( માન્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ)
  3. જાતિનું પ્રમાણપત્ર
  4. લિવિંગ સર્ટિફિકેટ
  5. લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર
  6. બેન્ક એકાઉન્ટ ની વિગતો ( ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT માટે કન્યાના બેન્ક પાસબુક ની ઝેરોક્ષ)

કુંવરબાઈનુ મામેરુ યોજના માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા | Kuvarbai Nu Mameru Yojana Online Form

Kuvarbai Nu Mameru Yojana 2024 માટે ઓનલાઈન અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1: ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જાવ
સ્ટેપ 2: રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો ( જો તમે પહેલી વાર આ વેબસાઈટ પર આવ્યા છો. તો જરૂરી માહિતી આપી અને રજીસ્ટ્રેશન કરો, અને જો પહેલેથી જ તમારું રજીસ્ટ્રેશન કમ્પલેટ છે તો આઈડી પાસવર્ડ દાખલ કરી અને લોગીન કરી લો.
સ્ટેપ 3: આપેલી યોજનાઓના લિસ્ટમાંથી “કુંવરબાઈનું મામેરુ યોજના” પસંદ કરો.
સ્ટેપ 4: અપ્લાય બટન પર ક્લિક કરી, જરૂરી વિગતો ભરી લો.
સ્ટેપ 5: ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
સ્ટેપ 6: અરજી ફોર્મ માં ભરેલી તમામ વિગતો ધ્યાનથી તપાસી લો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 7: સબમીટ બટન પર ક્લિક કર્યા બાદ એપ્લિકેશન નંબર નોટ કરી લો. જેનાથી ભવિષ્યમાં તમે તમારી અરજી નું સ્ટેટસ તપાસી શકો.

આ પણ વાંચો: ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય

કુંવરબાઈનુ મામેરુ યોજનાની અરજીનું સ્ટેટસ | Kuvarbai nu Mameru status

Kuvarbai Nu Mameru Yojana 2024ની અરજી નું સ્ટેટસ જાણવા માટે નીચે આપેલી માહિતી ફોલો કરો.

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઈટ થી મુલાકાત લો. (જે વેબસાઈટ પર તમે અરજી કરી હતી તે વેબસાઈટ પર જાઓ)
સ્ટેપ 2: તમારા આઈડી પાસવર્ડથી એકાઉન્ટમાં લોગીન કરી લો.
સ્ટેપ 3: “અરજી નું સ્ટેટસ” વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4: અરજી કરતી વખતે નોટ કરેલ એપ્લિકેશન નંબર દાખલ કરો.
સ્ટેપ 5: અહીં તમને તમારી અરજીનું વર્તમાન સ્ટેટસ બતાવવામાં આવશે.

ભવિષ્યના અપડેટ માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહો.

આ પણ વાંચો: I khed portal Yojana list 2024: આઇ ખેડુત પોર્ટલ યોજના લિસ્ટ 2024

નિષ્કર્ષ:

કુવરબાઈ નો મામેરુ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા નારી સશક્તિકરણની એક પહેલ છે, જેના અંતર્ગત અનુસૂચિત અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને તેમની દીકરીઓના લગ્ન ખર્ચમાં સહાય આપવામાં આવે છે. આશા રાખીએ છીએ કે કુંવરબાઈનુ મામેરુ યોજનાને લગતી તમામ માહિતી તમને આ આર્ટીકલ માંથી મળી ગઈ હશે. વધુ માહિતી માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેતા રહો.

FAQ

કુંવરબાઈનુ મામેરુ યોજનામાં ઉમર મર્યાદા કેટલી છે?

કુવરબાઈનુ મામેરુ યોજનામાં કન્યા ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

શું આ યોજના એક કરતાં વધારે દીકરીઓ માટે મેળવી શકાય છે?

હા આ યોજના એક જ પરિવારની એક કરતાં વધારે દીકરીઓને મળી શકે છે.

કુવરબાઈનુ મામેરુ યોજનામાં સહાયના રૂપિયા આવતા કેટલો સમય લાગે છે?

પ્રક્રિયાનો સમય બતાવો મુશ્કેલ છે, પરંતુ તમે તમારી અરજી નું સ્ટેટસ સત્તાવાર વેબસાઈટ પર ચેક કરી શકો છો.

WhatsApp Group Join Now