Gold Smuggling 2024: પ્રાઇવેટ પાર્ટ માં 1 કિલો સોનું છુપાવીને લાવ્યો યુવક, ડોક્ટરોએ ઓપરેશન કરી રૂપિયા 90 લાખનું સોનું કાઢ્યું

WhatsApp Group Join Now


Gold Smuggling 2024: જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આબુધાબીથી આવેલો યુવક ઝડપાયો. પકડાયેલા યુવકને હોસ્પિટલમાં લઈ જઈને ડોક્ટરો દ્વારા ઓપરેશન કરીને 90 લાખનું સોનું કાઢ્યું. સોનાના ભાવ વધવાની સાથે અરબ દેશોમાંથી સોનાની તસ્કરી થવાના કિસ્સાઓ વધ્યા છે. UAE થી જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા એક મુસાફર યુવકના પ્રાઇવેટ પાર્ટમાંથી આશરે એક કિલો સોનાના 3 ટુકડા ડોક્ટર દ્વારા ઓપરેશન કરીને કાઢવામાં આવ્યા. કાઢવામાં આવેલા સોનાની કિંમત આશરે 90 લાખ થી વધુ છે ડોક્ટરોની ટીમ દ્વારા બે દિવસમાં અલગ અલગ પાર્ટમાંથી સોનુ રિકવર કરવામાં આવ્યું.

જયપુરના એરપોર્ટ અધિકારીઓને બુધવારે આ સોનાની દાણ ચોરી ની માહિતી મળી હતી. અબુધાબી (UAE)થી આવેલી 8:00 વાગ્યાની ફ્લાઈટમાં તપાસ દરમિયાન બ્યાવર ના રહેવાસી મહેન્દ્ર ખાન પર શંકા ગઈ હતી. એરપોર્ટના કસ્ટમ અધિકારીઓ દ્વારા એક્સરે સ્કેનમાં યુવકના શરીરમાં સોનાની કેપ્સુલ હોવાનું સામે આવ્યું . ત્યારબાદ એરપોર્ટ ના કસ્ટમ અધિકારીઓ આ યુવકને નજીકના જયપુરિયા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરોની ટીમ વડે ઓપરેશન કરીને પ્રાઇવેટ પાર્ટમાંથી અલગ અલગ ત્રણ સોનાના ટુકડા બહાર કાઢ્યા. સોનું રિકવર કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી.

ફ્લાઇટમાંથી ઉતરેલા યુવકના હાવ ભાવથી કસ્ટમ અધિકારીઓને ગઈ શંકા

જયપુર એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારના રોજ સવારે 8 વાગ્યે આબુધાબી થી જયપુર પહોંચેલી Etihad Airways ની ફ્લાઈટ નંબર EY 366 ના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. કસ્ટમ અધિકારીઓ પણ આ શંકાસ્પદ વ્યક્તિને શોધી રહ્યા હતા. તે દરમિયાન બ્યાવરના સરગાંવ ના એક યુવક મહેન્દ્ર ખાનના હાવભાવ ઉપરથી અધિકારીઓને શંકા ગઈ. આરોપીને અધિકારીઓ દ્વારા ઘણા સવાલો પૂછવામાં આવ્યા પણ આરોપી સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી અધિકારીઓએ તેની ધરપકડ કરી.

ત્યારબાદ કોર્ટની પરવાનગીથી આરોપીનો એક્સરે કરવામાં આવ્યો એક્સરે બાદ સામે આવ્યું કે આરોપીના શરીરમાં સોનું છુપાયેલું હોવાની માહિતી મળી, ત્યારબાદ ડોક્ટરોએ અલગ અલગ ઓપરેશન હાથ ધર્યું અને આરોપીના પ્રાઇવેટ પાર્ટમાંથી પ્લાસ્ટિકમાં લપેટાયેલા ત્રણ કેપ્સુલ બહાર કાઢ્યા હતા. આ કેપ્સુલો માંથી 99.5% સુધતાનું 1121 ગ્રામ સોનું બરામત કર્યું. આવી ચાર કેપ્સ્યુલ કાઢવામાં આવી. આરોપીના શરીરમાંથી મળી આવેલા સોનાનો વર્તમાન બજારભાવ 90 લાખ 12 હજાર આસપાસ થાય છે. ગયા શુક્રવારે કોર્ટ દ્વારા આરોપીને 14 દિવસ માટે જેલમાં બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ પણ 8 મહિના પેહલા 2 મુસાફરો પાસેથી 2 કિલો સોનું ઝડપાયું હતું.

અગાઉ 8 મહિના પહેલા પણ આવી જ રીતે જયપુર એરપોર્ટ પર મસ્કત એટલે કે ઓમાનથી જયપુર આવી રહેલી એક ફ્લાઈટમાં બેઠેલા બે યુવકો પાસેથી બે કિલો સોનું મળી આવ્યું હતું. બંને યુવકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું હતું, જે ઓમાન થી જયપુરમાં સોનુ સપ્લાય કર્યા બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી થી ઓમાન પરત જવાના હતા. બંને યુવાનો જયપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યાર બાદ એરપોર્ટના અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, આ બંને યુવાનોએ પણ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં સોનું છુપાવ્યૂ હોવાનું સામે આવ્યું હતું.

સોનાની તસ્કરીના માટે વપરાતા નવા નવા તરીકા

પહેલા લોકો સોનાની તસ્કરી માટે અલગ અલગ તરીકાઓ અજમાવતા હતા. જેવા કે સાડીમાં સોનાના દોરા નું વર્ક કરાવીને, ટ્રોલી બેગમાં સોનુ સંતાડીને, ફ્લાઈટમાં સીટની નીચે છુપાવીને, પ્રેસ, ટોર્ચ, કુકર, રેડિયો અને ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઈટમોમાં છુપાવીને અને બુટ કે ચપ્પલની નીચે છુપાવીને સોનાની તસ્કરી કરવામાં આવતી હતી પરંતુ હવે આ રીતો કામ ન કરતી હોવાથી લોકો નવી નવી ટેકનિકનો ઉપયોગ કરતા થયા છે, જેમાં હાલમાં આ બે નવા તરીકા ટ્રેન્ડમાં છે.

1.નીરોધમાં સોનાની પેસ્ટ બનાવીને પ્રાઇવેટ પાર્ટપર પર લગાવીને સોનું લાવવામાં આવે છે.

  1. અંડરગારમેન્ટની અંદર ગુપ્ત ખિસ્સામાં છુપાવીને સોનું લાવવામાં આવે છે.

સોનાનો રંગ બદલીને અથવા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરીને થતી સોનાની તસ્કરી

સોનુ એ વિશ્વની સૌથી મોંઘી અને સખત ધાતુઓમાં ની એક છે. સોનુ પોતાના સોનેરી રંગ દ્વારા ઓળખવામાં આવે છે. ઘણા તસ્કરો કેમિકલ દ્વારા સોનાનો રંગ બદલી નાખતા હોય છે. જેના લીધે એરપોર્ટના અધિકારીઓને સોનું નજરે ચડતું નથી અથવા સોનાનો કલર બદલી નાખવામાં આવેલો હોવાથી અધિકારીઓને શંકા જતી નથી.

અન્ય પદ્ધતિમાં સોનાની તસ્કરી કરનાર તસ્કરો સોનાને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરતા હોય છે, જેથી સોનાના પ્રવાહીને કોઈ પણ પાત્રમાં આસાનીથી ભરી અને હેરફેર કરી શકાય છે. ઘણી મહિલા પેસેન્જર નખ રંગવાની બોટલમાં પણ સોનાનું પ્રવાહી ભરીને તસ્કરી કરતી હોય છે.

WhatsApp Group Join Now