Dahod news: પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી પ્રેમિકાએ પ્રેમીને ભગાડ્યો, જાણો સંપૂર્ણ કિસ્સો

WhatsApp Group Join Now

Dahod news: ઓક્ટોબર 2024 માં એક આચાર્ય અને આઘાતજનક ઘટના સામે આવી જ્યાં ગુજરાતના દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી 15 વર્ષની ટીનેજર છોકરી પોતાના 18 વર્ષીય પ્રેમીને મધરાતે ભગાડી ગઈ. 15 વર્ષીય સગીરા 5 જૂન 2024 ના દિવસે તેના 18 વર્ષીય પ્રેમી ચિરાગ સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાની જાણ છોકરી ના માતા પિતાને થતા તેમને બંનેની શોધખોળ શરૂ કરી, પરંતુ આ બંને મળ્યા ન હોવાથી જુલાઈ મહિનાના અંતમાં છોકરીના પરિવારજનોએ દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ બાદ 15 વર્ષીય સગીરાને તેના 18 વર્ષીય પ્રેમી સાથે પોલીસે ઝડપી પાડી હતી.

સંજેલી પોલીસે બંને પ્રેમી યુગલ ને પકડીને 18 વર્ષીય પ્રેમી ચિરાગને પોલીસ કસ્ટડીમાં રાખ્યો અને 15 વર્ષની પ્રેમિકા છોકરીને મહિલા પોલીસ ઓફિસરની દેખરેખ હેઠળ બહાર રાખવામાં આવી. રાત્રિના સમય દરમિયાન મહિલા પોલીસ કર્મીને નીંદર આવી જતા 15 વર્ષીય સગીરા લોકઅપ ની ચાવી શોધીને લોકઅપનું તાળુ ખોલી અને પોતાના 18 વર્ષીય પ્રેમી ચિરાગને ભગાડી ગઈ હતી. આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ મથકમાં થતા દોડાધામ મચી ગઈ હતી.

પ્રેમિકા પોતાના પ્રેમીને ભગાવી જાય એવી ઘટના પ્રથમવાર નથી બની, ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

ગુજરાતના મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનની ઘટના

5 જુલાઈ 2022 ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી. નંદાસણ પોલીસ સ્ટેશનમાંથી પણ આ જ રીતે એક ટીનેજર છોકરી પોતાના પ્રેમીને રાત્રિના સમયે ભગાડીને લઈ ગઈ હતી. આ ઘટનામાં પણ છોકરીના માતા પિતાએ છોકરીના પ્રેમી વિરુદ્ધ અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી અને બંનેને પકડ્યા હતા. ત્યારબાદ પ્રેમી યુવકને લોકઅપમાં રાખવામાં આવ્યો અને છોકરીને ત્રણ લેડી કોન્સ્ટેબલની નજરમાં લોકઅપની બહાર રાખવામાં આવી. રાત્રિના સમયમાં આ ત્રણે લેડી કોન્સ્ટેબલને ઊંઘ આવી જતા લોકઅપમાં રહેલા યુવકે તેની પ્રેમિકાને કહ્યું કે પહેલા ટેબલના ખાનામાં લોકઅપના તાળાની ચાવી છે, તે લઈ અને લોકઅપનું તાળું ખોલ. યુવતીએ હિંમતપૂર્વક ટેબલના ખાનામાંથી લોક અપના તાળાની ચાવી લઈને લોકઅપનું તાળો ખોલી અને પોતાના પ્રેમીને બહાર કાઢ્યો હતો. આ બંને એ પોલીસ સ્ટેશનથી ભાગવાની કોશિશ કરી પરંતુ ગ્રાઉન્ડના ગેટ પર તાળું લાગેલું હોવાથી બંનેએ ગ્રાઉન્ડની દિવાલ કૂદીને ભાગવાની કોશિશ કરી. તે સમયે એક પોલીસકર્મીની નજર બંને ઉપર પડતા બીજા પોલીસ કર્મીઓને ઉઠાડ્યા અને તેમને પકડવા દોડ્યા. ત્યારે યુવક તો ગ્રાઉન્ડની દિવાલ કૂદીને નાખી છૂટ્યો, પરંતુ છોકરી પોતાની નાની ઊંચાઈ ના કારણે દિવાલ કૂદી શકી નહીં અને પોલીસે તેને પકડી લીધી.

ભારતભરના અન્ય કિસ્સાઓ

મુંબઈ, 1980ના દાયકામાં

પોલીસ સ્ટેશનની લોકઅપ તો છોડો અહીંયા તો મુંબઈની કોર્ટમાં પણ આવી જ ઘટના બની ચૂકી છે, જેમાં પ્રેમિકા પોતાના પ્રેમીને પોલીસના કડા બંદોબસ્ત વચ્ચેથી ભગાડી ગઈ હતી. 80ના દાયકામાં મુંબઈમાં જ્યારે ગેંગવોર ચરમસીમાએ હતો, એ વખતે ગુજરાતની એક યુવતી શિલ્પા ઝવેરી તેના પ્રેમી અંડરવર્લ્ડ ડોન સમદ ખાનને મુંબઈની સેશન કોર્ટમાંથી સંખ્યાબંધ પોલીસ કર્મીઓની વચ્ચેથી ભગાડી ગઈ હતી.

શિલ્પા ઝવેરી તેના જુના પ્રેમી બંડું સિંગારે ને મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાંથી પોલીસની હિરાસતમાંથી ભગાડી ગઈ હતી. તે ગુના હેઠળ શિલ્પા ની ધરપકડ કરવામાં આવી હતી, અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી તે સમયે તે જેલમાં અંડરવર્લ્ડ ડોન સમદ ખાનના સંપર્કમાં આવી હતી. અને બંને પ્રેમ સંબંધમાં બંધાયા હતા. શિલ્પા ઝવેરી જામીન ઉપર છૂટી તે પછી થોડા સમય બાદ સમદ ખાનને મુંબઈની સેશન કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તે સમયે શિલ્પા ઝવેરી કાર લઈને વાવાઝોડાની જેમ આવી અને મુંબઈની સેશન કોર્ટમાંથી સંખ્યાબંધ પોલીસ કર્મીઓની નજર સામેથી પોતાના પ્રેમી સમદ ખાનને ભગાડી ગઈ હતી.

આ પણ વાંચો: બંગાળમાં ડોક્ટરે મહિલા દર્દી પર વારંવાર ગુજાર્યો બળાત્કાર, અશ્લીલ ફોટાઓ લીધા; 4 લાખ રૂપિયા નહિ આપે તો ફોટા વાયરલ કરી નાખવાની આપી ધમકી

તેલંગાણા, 2021ની ઘટના

24 ડિસેમ્બર 2021 ના દિવસે તેલંગાણાના આત્તાપુરમાં પણ આવી જ ઘટના સામે આવી. જેમાં પોલીસને જેના પર હત્યાનો આરોપ હતો એવા વસીમ નામના આરોપીને પકડવા વસીમના ઘર પર પહોંચી તે સમયે તેની પત્ની જમીન પરવીને ઉત્તરાખંડ સ્પેશિયલ ટ્રાન્સફર અને પોલીસ કર્મીઓ ની આંખમાં મરચાનો પાવડર નાખ્યો અને બૂમાબૂમ કરી મૂકી કે પોલીસ તેના ઘરમાં ઘૂસીને તેની છેડતી કરી હતી તેવામાં આજુબાજુમાં રહેતા લોકો ટોળે વળ્યા હતા અને એ તકનો લાભ લઈને વસીમ નાખી છૂટો હતો. ત્યારબાદ વિરુદ્ધ પોલીસને ફરજમાં અવરોધ ઊભો કરવા માટે ફરિયાદ નોંધાય અને જમીન પરવીન ને પોલીસ કસ્ટડીમાં લીધી.

હવે લેખના અંતમાં એવી એક કહાની ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળીને તમને એક ફિલ્મી સ્ટોરી લાગશે પણ આ એક સત્ય હકીકત ઘટના છે.

આ પણ વાંચો: પ્રાઇવેટ પાર્ટ માં 1 કિલો સોનું છુપાવીને લાવ્યો યુવક, ડોક્ટરોએ ઓપરેશન કરી રૂપિયા 90 લાખનું સોનું કાઢ્યું

રાજસ્થાન, 2015 ની ઘટના

રાજસ્થાનની કોર્ટે 4 સપ્ટેમ્બર 2015 ના દિવસે એક આદેશ આપ્યો કે કુખ્યાત ડોન આનંદપાલને એક કેસના સંદર્ભમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે. રાજસ્થાન પોલીસ આનંદપાલને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને અજમેર જેલ લઈ જઈ રહી હતી. પોલીસની ટીમ આનંદપાલ સિંહ ને લઈને રાજસ્થાનના નાગૌર જિલ્લાની હદમાંથી પસાર થઈ રહી હતી, તે સમયે આનંદપાલ ની પ્રેમિકા અનુરાધા ચૌધરી (જે બાદમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ) તેના અન્ય સાથીઓ સાથે પોલીસ પર હુમલો કર્યો. અને અંધાધુંધ ફાયરિંગ કર્યું જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા અને અનુરાધા પોતાના પ્રેમી આનંદપાલ સિંહને લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

WhatsApp Group Join Now