ગુજરાતના રાજકોટ લાલ પરી તળાવ પાસે આવેલું પ્રદ્યુમન જ્યોર્જિકલ પાર્ક જેને લોકો રાજકોટ પ્રાણી સંગ્રહાલયના નામે પણ ઓળખે છે. આ પ્રાણી સંગ્રહાલય 137 એકરમાં ફેલાયેલું છે. ત્યાંના સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ એક લોકપ્રિય સ્થળ બની રહ્યું છે જે તેની મનોહર સુંદરતા અને વન્યજીવન માટે ખૂબ જ જાણીતું છે આજુબાજુના લોકો માટે પિકનિકનું સ્થળ અને શાળાના વિદ્યાર્થીઓ માટે આ એક આદર્શ પ્રવાસન સ્થળ માનવામાં આવે છે કુદરતી વાતાવરણથી ભરપૂર અને સમૃદ્ધ વૈવિધ્ય સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક આકર્ષણનું સ્થળ બની ગયું છે.
Pradhyuman Zoological Park Rajkot Timing | પ્રદ્યુમન જિયોલોજિકલ પાર્ક રાજકોટ સમય
પ્રદ્યુમન જ્યોર્જિકલ પાર્ક મુલાકાતિઓ માટે શુક્રવાર સિવાય દરરોજ સવારે 9:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખૂલું રાખવામાં આવે છે.
Pradhyuman Zoological Park Rajkot location | પ્રદ્યુમન જિયોલોજીકલ પાર્ક એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર
અડ્રેસ: માર્કેટિંગ યાર્ડ પાસે, લાલ પરી તળાવ, રાજકોટ, ગુજરાત- 360003
કોન્ટેક્ટ નંબર: +917567724236
Pradhyuman Zoological Park Rajkot Ticket Price | પ્રદ્યુમન જિયોલોજિકલ પાર્ક રાજકોટ ટિકિટ પ્રાઈઝ
પ્રદ્યુમન જ્યોર્જિકલ પાર્ક રાજકોટ ટિકિટ ના ભાવ નીચે મુજબ છે
- બાળકો – 5 રૂપિયા
- પુખ્ત – 10 રૂપિયા
- વિદેશી મુસાફર – 50 રૂપિયા
ફોટોગ્રાફી અને વિડીયો માટેની અલગથી ટિકિટ લેવાની રહેશે.
- ફોટોગ્રાફી – 100 રૂપિયા
- વિડીયોગ્રાફી – 200 રૂપિયા
Pradhyuman Zoological Park Rajkot Best Time | મુલાકાત લેવાનો બેસ્ટ સમય
જો તમે પણ પ્રદ્યુમન જિયોલોજીકલ પાર્ક રાજકોટની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ફેબ્રુઆરીથી જૂન સુધીનો સમય શ્રેષ્ઠ સમય ગણી શકાય છે કેમકે ત્યારે વિવિધ વનસ્પતિ ખીલેલી હોય છે તેથી પ્રાણી સૃષ્ટિનો પણ શ્રેષ્ઠ અનુભવ થઈ શકે છે અને આ એક આદર્શ મોસમ માનવામાં આવે છે
પ્રદ્યુમન જિયોલોજીકલ પાર્કમાં સુવિધાઓ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન જીયોલોજીકલ પાર્કની જાળવણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે મુલાકાતિઓને આરામદાયક અનુભવ માટે પૂરતી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં પ્રવાસીઓ માટે વિશાળ મેદાનો, છાયડા વાળા વિશ્રામ વિસ્તારો, સ્વચ્છ શૌચાલય અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે આ પાર્કમાં રેસ્ટોરન્ટ અને કાફે પણ છે જે મહેમાનો માટે મુશ્કેલી વિના શાંત વાતાવરણમાં ફેમિલી સાથે ટાઇમ પસાર કરી શકે છે.
વૃદ્ધો અને વિકલાંગો માટે પાર્ક, ગોલ કાર્ટ અને બેટરીથી સંચાલિત વાહનો પુરા પાડવામાં આવે છે. જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે આ સુવિધાઓ થી વૃદ્ધો અને વિકલાંગોને પાર્કમાં અને મેદાનોમાં ફરવા માટેની સુવિધા પૂરી પાડે છે.
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ
આ જિયોલોજિકલ પાર્કમાં વિવિધ પ્રજાતિઓના 35,000 થી વધુ વૃક્ષોનો સમાવેશ થાય છે જે આ ઉદ્યાનને લીલુંછમ રાખવામાં અને વાતાવરણમાં મહત્વનો ફાળો ભજવે છે, રાંદરડા તળાવ અને લાલ પરી તળાવ ની નીકળતા ન્યાયાવર પક્ષીઓને આકર્ષે છે આ પક્ષીઓ નિરીક્ષકો માટે ખાસ કરીને શિયાળામાં આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.
આ પણ વાંચો: ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય
વન્યજીવ પ્રાણીઓમાં ગિરનાર સિંહ ચિત્તો અને વાઘ જેવી મોટી પ્રજાતિના પ્રાણીઓ પણ અહીંયા જોવા મળે છે તે ઉપરાંત મગર શિકારા કાળિયાર સાંભળ હરણ અને દુર્લભ ચાર શીંગડા વાળા કાળિયાર સહિત અન્ય રસપ્રદ પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે પક્ષીઓની પ્રજાતિઓ મર્યાદિત હોવા છતાં પોપટ સ્પેરો અને પેલી કાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે મોસમના સ્થળાંત રણ કરનારા પક્ષીઓ પણ અહીં આવે છે.
પ્રદ્યુમન જિયોલોજિકલ પાર્ક કેવી રીતે પહોંચવું.
કાર દ્વારા:- પ્રદ્યુમન જીયોલોજીકલ પાર્ક રાજકોટ શહેર થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં ઓટો અથવા ખાનગી વાહનો દ્વારા 15 મિનિટમાં પહોંચી શકાય છે.
બસ દ્વારા:- આ પ્રાણી સંગ્રહાલય પટેલ નગર બસ સ્ટોપ થી આશરે 3.7 કિલોમીટરના અંતરે આવેલું છે ત્યાંથી માત્ર 10 મિનિટ માં આસાનીથી પહોંચી શકાય છે.
ટ્રેન દ્વારા:- રાજકોટ રેલવે સ્ટેશનથી પ્રદ્યુમન જિયોલોજિકલ પાર્ક લગભગ 5.4 કિમી ના અંતરે આવેલું છે જ્યાંથી ટેક્સી અથવા ઓટો દ્વારા 18 મિનિટમાં પહોંચી શકાય છે.
હવાઈ માર્ગે:- રાજકોટ એરપોર્ટ થી લગભગ 7.1 km ના અંતરે પ્રદ્યુમન જીયોલોજીકલ પાર્ક આવેલું છે ટેક્સી અથવા ખાનગી વાહન દ્વારા લગભગ 23 થી 25 મિનિટમાં પહોંચી શકાય છે.