ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય

WhatsApp Group Join Now

Rajkot Sahakari Bank Krishi Loan Details: રાજકોટ સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ દિવાળી પર ખેડૂતો માટે 1000 કરોડની વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરી છે. જેથી રાજકોટ અને મોરબીના ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે વધારે પડતાં વરસાદના લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ અને મગફળી ના પાકોમાં નુકસાન થયું હોવાથી રાજકોટ સહકારી બેંક મદદ માટે આગળ આવી છે. રાજકોટ અને મોરબીના ખેડૂતોને વગર વ્યાજે 50 હજાર સુધીની લોન આપવામાં આવશે.

ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન

સૌરાષ્ટ્રના ખેડૂતોને ચોમાસામાં પડેલા કમોસમી વરસાદને લીધે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો તેવામાં ખેડૂતો પાસે બિયારણ અને દવા ખરીદવા માટે પણ પૈસા ન હતા પાકમાં ગયેલા નુકસાનને કારણે આગળ નવી ખેતી કરવા માટે ખેડૂતોને મૂડીની જરૂરિયાત હોવાથી રાજકોટની સહકારી બેંકે લોન આપવાની જાહેરાત કરી છે આ લોન ખેડૂતોને વગર વ્યાજે આપવામાં આવશે રાજકોટ જિલ્લાની સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ એવી જાહેરાત કરી છે કે રાજકોટ અને મોરબીના 2 લાખ થી પણ વધારે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દર પર ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ 50,000 સુધીની લોન આપવામાં આવશે મોરબીના ખેડૂતોએ જયેશભાઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને દિલથી વધાવી છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પ વાંચો: બંગાળમાં ડોક્ટરે મહિલા દર્દી પર વારંવાર ગુજાર્યો બળાત્કાર, અશ્લીલ ફોટાઓ લીધા; 4 લાખ રૂપિયા નહિ આપે તો ફોટા વાયરલ કરી નાખવાની આપી ધમકી

કોઈપણ પ્રકારની દસ્તાવેજી પ્રક્રિયા વગર મળશે લોન.

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દર પર આપવામાં આવતી લોન નો સમય ગાળો એક વર્ષનો રહેશે અને દરેક ખેડૂતોએ આ લોન લેતી વખતે કોઈ પણ પ્રકારની જામીનગીરી અથવા દસ્તાવેજી પ્રક્રિયા કરવાની રહેશે નહીં. રૂપિયા 50,000 સુધીની લોનમાં એક વર્ષ માટે ઝીરો ટકા વ્યાજ દર ગણવામાં આવશે જેથી ખેડૂતોને ઘણી રાહત થશે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા પાક બગડ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં મોટાભાગે મગફળી અને કપાસના પાકો હતા. આ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોમાં હતાશા અને ચિંતાની લાગણી જોવા મળી રહી હતી તેવામાં રાજકોટ સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ 0% એ લોન આપવાની જાહેરાત કરી અને ખેડૂતોને દિવાળીની એક ખૂબ જ મોટી ભેટ આપી છે.

WhatsApp Group Join Now