Bengal doctor rapes woman: બંગાળમાં ડોક્ટરે મહિલા દર્દી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યૂ છે, મહિલા સાથે બેભાન અવસ્થામાં બળાત્કાર કર્યો અને અશ્લીલ ફોટાઓ લીધા; 4 લાખ રૂપિયા નહિ આપે તો ફોટા વાયરલ કરી નાખવાની આપી ધમકી પણ આપી.
પશ્ચિમ બંગાળમાં ટ્રેનની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના કિસ્સા બાદ હવે મહિલા દર્દી પર બળાત્કારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બંગાળના હસનાબાદ વિસ્તારમાં રહેતી એક યુવતી નો આરોપ છે કે તે સારવાર માટે ડોક્ટર નૂર આલમ સરદારના ક્લિનિકમાં ગઈ હતી તે સમયે ડોક્ટરે તેને એનેસ્થેટીક ઇન્જેક્શન આપવાનું કહ્યું મહિલા આરોપીએ ના પાડવા છતાં ડોક્ટરે મહિલાને ઇન્જેક્શન આપ્યું અને મહિલાને બેભાન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો.
મહિલા બેભાન અવસ્થામાં હતી તે સમયે આ હેવાન ડોક્ટરે મહિલાના અશ્લીલ ફોટાઓ ખેંચા અને પછી મહિલાને બ્લેકમેલ કરતા કહ્યું કે તે 4 લાખ રૂપિયા આપે નહીં તો તેના અશ્લીલ ફોટા તે વાયરલ કરી દેશે.
ડોક્ટર નૂર આલમ સરદાર પર મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, એફઆઇઆર ના થોડા જ કલાકોમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટના આદેશ અનુસાર આરોપી ડોક્ટરને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર આરોપી ડોક્ટરે મહિલા સાથે ઘણીવાર દુષ્કર્મ આચાર્ય હતું.
પીડીતા એ ડોક્ટરને ઇન્જેક્શન લેવા ના કહી હતી
પીડિત મહિલા બંગાળના ઉત્તર 24 પરગણા હસનાબાદ વિસ્તારમાં એકલી રહે છે અને તેના પતિ વિદેશમાં રહેતા હોવાનું સામે આવ્યું છે, મહિલા પર દુષ્કર્મ થયા બાદ મહિલાએ ફોન કરીને બળાત્કારની પૂરી ઘટના વિશે તેના પતિને જાણ કરી હતી ત્યારબાદ મહિલાનો પતિ વિદેશથી ભારતમાં પરત ફરિયાદ તરત જ બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડીતા મહિલાના પતિએ પોલીસને જણાવતા કહ્યું કે તેની પત્ની ડોક્ટરને ઇન્જેક્શન લેવા માટે ના પાડી હતી પરંતુ આરોપી ડોક્ટરે મહિલાને એવું કહ્યું કે ઇન્જેક્શન લેવાથી તબિયત જલ્દી સારી થઈ જશે અને મહિલાને ઇન્જેક્શન આપ્યું થોડા જ મિનિટોમાં મહિલાને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થવા લાગી ત્યારબાદ ડોક્ટરે તેને પલંગ પર સૂઈ જવા કહ્યું. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે તેને જોયું કે તેના કપડા યોગ્ય રીતે પહેરેલા ન હતા અને તેને થોડા સમયમાં ભાન થયું કે તેના સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પ્રાઇવેટ પાર્ટ માં 1 કિલો સોનું છુપાવીને લાવ્યો યુવક, ડોક્ટરોએ ઓપરેશન કરી રૂપિયા 90 લાખનું સોનું કાઢ્યું
પીડીત મહિલાએ બદનામીના ડરથી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ
પીડીક મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે જ્યારે આ આરોપી ડોક્ટર દ્વારા મહિલાને બ્લેકમેલ કરતાં ચાર લાખ રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે મહિલા સોસાયટી અને સમાજમાં બદનામીના ડરથી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, મહિલાના આત્મહત્યાના પ્રયાસની જાણ સોસાયટીના લોકોને થતા જ તેને મહિલાના પતિને કોલ પર માહિતી આપી અને મહિલાનો પછી તરત જ વિદેશથી ભારત પરત ફર્યો હતો. અને બંનેએ આરોપી ડોક્ટર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાઓ વિરુદ્ધ કેસના ગુનાઓમાં બંગાળ દેશમાં ચોથા ક્રમ પર
NARBના એક રિપોર્ટ અનુસાર સામે આવ્યું કે 2022 ના ગુનાના ડેટા અનુસાર પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના 34738 કેસ નોંધાયા હતા. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં બંગાળ દેશમાં 4 ક્રમે છે. ફર્સ્ટ નંબર પર ઉત્તર પરદેશ છે જ્યાં 65743 કેસ નોંધાયા છે. ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર (45331) અને રાજસ્થાન (45,058) કેસ છે.
NARB ના રિપોર્ટ અનુસાર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓનો દર (1 લાખ વસ્તી ડેટ ઘટનાઓની સંખ્યા) 2021 ના રિપોર્ટ અનુસાર અપરાધ નો દર 64.5% હતો જે વધીને 2022 માં 66% પર પોહચી ગયો છે. 2022 ના રિપોર્ટ અનુસાર 19 મહાનગરોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના 48755 કેસ હતા. જે 2021(43414) ની તુલનામાં 12.3% નો વધારો નોંધાયો છે.
જો આજ રીતે આપણા દેશમાં મહિલાઓ વિરૂદ્ધ ગુના નોંધાતા રહેશે તો આપણો દેશ વિશ્વમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પ્રથમ સ્થાન પર આવતા જાજો સમય નઈ લાગે જે આપણા માટે શરમ જનક વાત છે.