I khed portal Yojana list 2024: રાજ્યના તમામ ખેડૂતોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે I khedut portal સ્કીમ શરૂ કરી છે. રાજ્યના લગભગ રાજ્યના લગભગ 60% થી વધુ લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી આ યોજનાનો હેતુ રાજ્યના તમામ ખેડૂતો અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોના જીવનને સરળ બનાવવાનો અને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. ગુજરાત સરકાર આવા લોકોને તેમની પ્રવૃત્તિઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર સંચાલિત કરવા માટે સક્ષમ બનાવવા આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પશુપાલકોના કલ્યાણને વધારવા ઉપર વિશેષ ધ્યાન આપીને I khedut portal Yojana 2024 અમલમાં લાવી રહ્યું છે.
આઇ ખેડૂત પોર્ટલ ની તમામ યોજનાઓ પશુપાલન અને કૃષિ વિશેની માહિતી એકત્ર કરી અને તેના ઉપર વિશેષ સંદર્ભે ધ્યાન આપવા માટે બનાવવામાં આવેલ છે. આના સંબંધિત તમામ માહિતી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવાનો ધ્યેય સરકારનો છે. આ પ્લેટફોર્મની મદદથી ગુજરાતના તમામ ખેડૂતો અને પશુપાલકો ઘર બેઠા પોતાના જ મોબાઈલથી ગુજરાત I khedut portal ની તમામ યોજનાઓની માહિતી મેળવી શકશે અને ઓનલાઈન અરજી પણ કરી શકશે. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત અને પશુપાલકો સુધી આસાનીથી પહોંચી રહે તે માટે ગુજરાત સરકાર અને કૃષિ અને પશુપાલન વિભાગ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
Ikhed portal Yojana list 2024 : આઇ ખેડુત પોર્ટલ યોજના લિસ્ટ 2024
1. | પશુપાલન ની યોજનાઓ |
2. | ખેતીવાડીની યોજનાઓ |
3. | મત્સ્ય પાલન ની યોજનાઓ |
4. | બાગાયતી યોજનાઓ |
5. | આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ |
6. | ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનલ લિમિટેડ યોજનાઓ |
7. | ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહકારી યોજનાઓ |
8. | ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના |
9. | સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ |
10. | ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસીડી ની યોજના |
આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજનાઓ 2024 | Bagayati Yojana 2024
1. | ખેડૂતોને ડ્રેગન ફ્રુટના વાવેતર માટે રૂપિયા ત્રણ લાખની સહાય |
2. | પપૈયાની ખેતી માટે સહાય યોજના |
3. | દેવીપુજક ખેડૂતોને તરબૂચ ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના |
4. | અતિ ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ ₹1,62,000 સુધીની સહાય મળશે |
5. | પાવર ટીલર યોજના, power tiler sahay Yojana 8 BHP |
6. | મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના |
7. | ટ્રેક્ટર સહાય યોજના |
8. | સરગવાની ખેતી માટે સહાય યોજના |
9. | સ્ટ્રોબેરી ની ખેતી માટે સહાય યોજના |
10. | વોટર કેરિંગ પાઇપલાઇન યોજના |
11. | તાડપત્રી સહાય યોજના |
12. | કંદ ફોલોના વાવેતર માટે સહાય યોજના |
13. | હાઇટેક ગ્રીન હાઉસ માટે સહાય યોજના |
14. | ડ્રોનથી દવા છટકાવવા માટે સહાય યોજના |
15. | ટીચુ કલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂપિયા 1,56,250 ની સહાય |
આ પણ વાંચો: ખેડૂતોને મળી દિવાળીની મોટી ભેટ, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન, 1000 કરોડની આપવામાં આવશે સહાય
આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ની યોજનાઓ 2024 | ikhedut portal khetiwadi Yojana 2024
ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી યોજનાઓમાં સાધન સહાય યોજના પુના ચાલુ કરવામાં આવી છે જેની માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલ છે.
1. | પ્લાઉ ( તમામ પ્રકારના) |
2. | કલ્ટીવેટર |
3. | અન્ય ઓજાર/ સાધન |
4. | ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની સહાય |
5. | ગ્રાઉન્ડનટ ડીગર |
6. | ચાફ કટર (એન્જિન/ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ) |
7. | ચાફ કટર ( ટ્રેક્ટર/પાવર ટીલર ઓપરેટેડ) |
8. | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
9. | પ્લાન્ટર (અન્ય પ્રકારના) |
10. | પાવર થ્રેસર |
11.. | પશુ સંચાલિત વાવણીઓ |
12. | પાવર ટીલર |
13. | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો |
14. | પોટેટો ડીગર |
15. | પોટેટો પ્લાન્ટર |
16. | હેરો (તમામ પ્રકારના) |
17. | પોસ્ટ હોલ ડીગર |
18. | વિનોવિંગ ફેન |
19. | સબ સોઇલર |
20. | શ્રેડર મોબાઇલ શ્રેડર |
21. | બ્રસ કટર |
22. | માલવાહક વાહન |
23. | રોટાવેટર |
24. | માનવ સંચાલિત કાપણી નું સાધન |
25. | રિઝર/બંડફોર્મર/ફરો ઓપનર |
26. | આંતરખેડનું સાધન |
27. | વાવણીયા ઓટોમેટીક ડ્રિલ (તમામ પ્રકારના) |
28. | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/પાવર બીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) |
29. | લેન્ડ લેવલર |
આ પણ વાંચો: રાશન કાર્ડ e-KYC કેવી રીતે કરવું, ઘર બેઠા મોબાઇલથી રાશન કાર્ડ e-KYC કેવી રીતે કરવું?
આઇ ખેડુત પોર્ટલ યોજના 2024 જરૂરી ડોક્યુમેન્ટ | I khedut portal Yojana 2024 document
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખેડૂતોને ખેડૂત યોજનાનો લાભ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા I khedut portal નું નિર્માણ કરવામાં આવેલ છે, આ પોર્ટલ દ્વારા વિવિધ પ્રકારની ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, આઇ ખેડુત યોજના પોર્ટલ પર યોજનાઓના લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- જમીનની નકલ 7/12
- બેંક ખાતાની પાસબુક
- રેશનકાર્ડ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્ટેદારના સંમતિ પત્રક
- મોબાઈલ નંબર
- એસ.સી જ્ઞાતિમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી જ્ઞાતિમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનો રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો